
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત રીતે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ગુજરાતમાં ૧.૧૧ લાખમાંથી અત્યાર સુધીમાં માત્ર ૧.૦૧ લાખ ખેડૂતો જ ખાતાધારક તરીકે નોંધાયા છે.
હજુ પણ અનેક ખેડૂતો રજીસ્ટ્રેશન વગર છે. જો તેઓ ૧૦મી જુલાઈ ૨૦૨૫ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો PM-Kisan યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે. ખાસ બાબત:જિલ્લામાં ૩૮,૨૬૨ ખેડૂતો હજુ સુધી રજીસ્ટ્રેશન વિના છે. તેઓ PM કિસાન યોજના હેઠળ રૂ. ૬૦૦૦ વર્ષિક સહાય અને અન્ય કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકશે નહીં.
ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?બહારગામ રહેતા ખેડૂતો માટે પણ સરળ વ્યવસ્થા ગોઠવાઈ છે. નીચેના લિંક પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકાય: https://gjfmr.agristack.gov.in/farmer-register-try-giત્યાં આધારકાર્ડ, જમીનનો દસ્તાવેજ, બેંક પાસબુક, મોબાઈલ નંબર જેવી માહિતી આપીને રજીસ્ટ્રેશન કરી શકાય છે. તથા નજીકના CSC (કમ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
નોંધનીય:જો કોઈ ખેડૂત પાસે આધાર કાર્ડ નહીં હોય અથવા જમીનનો દસ્તાવેજ મોડેલો હોય તો, વહેલી તકે તાકીદે જરૂરી દસ્તાવેજ તૈયાર કરીને ઓનલાઇન કે ઑફલાઇન રીતે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
સરકારની સુચના:કૃષિ અને સંલગ્ન વિભાગ દ્વારા પણ ૧૦મી જુલાઈ સુધીમાં તમામ પાત્ર ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવાની સૂચના આપવામાં આવી છે. ખેડૂતો માટે અગત્યની સૂચના:તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહી ગયું હોય તો તરત કરવા જરૂરી છે. નહીં તો આગામી સમયમાં સરકારની યોજનાઓનો લાભ બંધ થઈ શકે છે.વધુ માહિતી માટે સંપર્ક કરો:
તમારા તાલુકા કૃષિ અધિકારી કે કૃષિ સંલગ્ન કાર્યાલયે. ટેગ્સ: #PMKisanYojana #FarmerRegistration #GujaratNews #KrushiYojana #OnlineRegistration #KhedutSahay માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.આ પ્રકાર ની દરેક માહિતી માટે અમારું વોટ્સેપ અને ટેલીગ્રામ ગ્રુપ અવશ્ય જોઈન કરો.
Read More :
2025માં પર્સનલ લોન કેવી રીતે મેળવો? સંપૂર્ણ માર્ગદર્શિકા
બિઝનેસ લોન માટે સંપૂર્ણ માર્ગદર્શિકા (2025): સફળ વ્યવસાય માટે નાણાં મેળવો
Thank You!
